[Lyrics & PDF] મા પાવા તે ગઢથી ઊતર્યા લિરિક્સ ગુજરાતી PDF | Maa pavate gadh thi utarya Lyrics Gujarati

Maa pavate gadh thi utarya Lyrics in Gujarati with PDF :- આજે અમે તમારા માટે ગુજરાતી મા પાવા તે ગઢથી ઊતર્યા ગીતો લઈને આવ્યા છીએ. ગીત પણ શેર કરવા વિનંતી.

 

પાવા તે ગઢથી ઊતર્યા લિરિક્સ ગુજરાતીમાં

મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે

મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે
મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા માળી તે આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા કુંભારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા સુથારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા ગાય શીખે ને જે સાંભળે, મા કાળી રે
તેની અંબામા પૂરજો આશ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

પાવા તે ગઢથી ઊતર્યા ગુજરાતી માં ગીત પીડીએફ ડાઉનલોડ કરો

લિરિક્સ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

FAQs

How to download Maa pavate gadh thi utarya Lyrics PDF in Gujarati ?

Direct link to download Maa pavate gadh thi utarya Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.

મા પાવા તે ગઢથી ઊતર્યા ગીતના પીડીએફને ગુજરાતીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું?

મા પાવા તે ગઢથી ઊતર્યા લિરિક્સ PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

Leave a Reply