પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે લિરિક્સ ગુજરાતીમાં
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે
પંખીડા ……. ઓ પંખીડા …… પંખીડા ……. ઓ પંખીડા
ઓલ્યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ……. ઓ પંખીડા ……… પંખીડા ……. ઓ પંખીડા
ઓલ્યા ગામના કુંભારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે
ગરબો લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને ………..
પંખીડા ………. ઓ પંખીડા ……..
ઓલ્યા ગામના સોનીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી નથની લાવો રે
નથની લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા …….. ઓ પંખીડા ……..
ઓલ્યા ગામના ગાંધીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
લાલ લાવો, લીલી લાવો, પીળી લાવો રે
મારી મહાકાળી જઇને …………
પંખીડા ……. ઓ પંખીડા ……….
ઓલ્ય ાગામના માળીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી માળા લાવો રે
માળા લાવો, ગજરા લાવો, સુંદર લાવો રે
મારી મહાકાળીને ……….
પંખીડા તું ઉડી જાજે ગુજરાતીમાં ગીત પીડીએફ ડાઉનલોડ કરો
લિરિક્સ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
FAQs
How to download Pankhida tu udi jaje Lyrics PDF in Gujarati ?
Direct link to download Pankhida Tu Udi Jajo Pawagadh Re Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.
પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે ગીતના પીડીએફને ગુજરાતીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું?
પંખીડા તુ ઉડી જાજો લિરિક્સ PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.